Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m_1=5 $ $kg$ અને $m_2=10$ $kg$ બે દળોને ઘર્ષણરહિત ગરગડી ઉપર ખેંચી ન શકાય તેવી દોરીથી બાંધી,આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરે છે.સમક્ષિતિજ સપાટી માટે ઘર્ષણાંકનું મૂલ્ય $0.15$ છે.આ ગતિને રોકવા માટે $m_2$ ઉપર તરફ મૂકવું લઘુત્તમ દળ $m$ ........ $kg$ થશે.
એક કાર $R$ ત્રિજયાના વક્ર માર્ગ પર ગતિ કરે છે. માર્ગનો ઢાળ $\theta $ કોણ જેટલો છે. કારના ટાયર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક ${\mu _s}$ છે. આ માર્ગ પર મહત્તમ સલામત વેગ કેટલો હશે?
$W$ દળની એક કાર $1\,Km$ સુધી $100\,m$ ચઢાણવાળા અને કાર પર $\frac {W}{20}$ જેટલું અચળ ઘર્ષણબળ લગાડતા રોડ પર છે. ચઢાણ પર $10\,ms^{-1}$ ઝડપથી ચડવા માટે કાર ને $P$ જેટલા પાવરની જરૂર પડે છે. જો તેને $v$ વેગથી નીચે ઉતારવા માટે $\frac {P}{2}$ જેટલા પાવરની જરૂર પડતી હોય તો $v$ નું મૂલ્ય ........ $ms^{-1}$ હશે.
જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી $1\,cm$ અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ $cm$ તે અંતરે રાખતા સરકશે.
એક ગ્રામોફોન રેકોર્ડ $\omega $ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકોર્ડના કેન્દ્રથી $r $ અંતરે એક સિકકો મૂકેલો છે. સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય $\mu $ છે. સિકકો એ રેકોર્ડની સાથે ભ્રમણ કરશે, જો ........
$\mu$ ઘર્ષણાંકવાળા ઢાળ પર કોઈ પદાર્થને ઉપર તરફ ગતિ શરૂ કરવા માટે આપવું પડતું ન્યૂનતમ બળ $F _{1}$ છે. આ જ પદાર્થને તે જ ઢાળ પરથી નીચે સરકતો અટકાવવા માટે આપવું પડતું બળ $F _{2}$ છે. જો ઢાળ અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો $\theta$ હોય તથા $\tan \theta=2 \mu$ હોય તો ગુણોત્તર $\frac{F_{1}}{F_{2}}$ કેટલો મળે?
$50 \mathrm{~kg}$ દળની એક ભારે પેટી સ્મક્ષિતિજ સપાટી ઉપર ગતિ કરે છે . પેટી અને સમક્ષિતિજ સપાટી વચ્ચે ગતિકીય ધર્પણાંક $0.3$ છે. ગતિકીય ઘર્ષણબળ. . . . . . . છે.
એક નિયમિત $6\, m$ લાંબી ચેઈનને ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી તેની લંબાઈનો અમુક ભાગ ટેબલની ધાર આગળ લબડતો રહે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. જે ચેઈન અને ટબલની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણક $0.5$ જેટલો હોય તો ચેઈનનો .........$m$ જેટલો મહ્ત્તમ ભાગ ટેબલ પરથી લટકતો રહી શકે.