Question
આભાર સોનેટનું વક્તવ્ય સ્પષ્ટ કરો.

Answer

આભાર સોનેટમાં કવીએ મનુષ્ય પ્રકૃતિથી વિમુખ થતો જાય છે પણ પ્રકૃતિએ પોતાના ગુણધર્મો બદલ્યા નથી એ વાત સુંદર રીતે રજુ કરી છે.માનવીએ આકાશ તરફ પીઠ કરીને ભીંત ચણી લીધી પણ આકાશે એવું ના કર્યું. આકાશમાં ઉડતાં ચકલી,કબુતર, હોલાઓ ઘરમાં બાંધવા મોકલી થોડું આકશ ઘરમાં લાવી દીધું છે. કવિ આ બદલ પ્રકૃતિના ઋણી છીએ એમ કહે છે. ઘરમાં રસોડામાં તણખલાં લઇ ચીં ચીં કરતી ચકલીઓ મલમલી પીંછાઓ ખેરવતી આવે છે ત્યારે જાણે કોઈ વનની પરી પરીકથા કહેવા આવી હોય એવું લાગે છે. ભીંતની તરડમાંથી માથું ઊંચકીને જાણે પૂછ્યા –ગાછયા વગર ફટ દઈને તૃણ (ઘાસ) બહાર આવી જાય છે.વનની માટી હજી આદિમ (આદિકાળથી) મૂળો સચવાયેલાં છે. એટલે જ વનમાં વાડ-છોડ પર પ્લાસ્ટિકનાં બનાવટી ફલો ઉગતાં નથી પ્લાસ્ટિકનાં ફૂલોમાં સુંદરતા હશે,પણ અસલી મૂળ ફૂલો જેવી સુગંધ કોમળતા નથી. કવિ કાવ્યમાં છેલ્લે પ્રકૃતિનો આભાર માને છે કે પ્રકૃતિનાં તત્વો પાસેથી આપણને ઘણું મળે છે.માટે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free