એ લોકો' અછાંદસ કાવ્ય કવિ પ્રિયકાંત મણિયારના ગઘકાવ્ય સંગ્રહ “પ્રબલ ગતિ'માંથી લેવામાં આવ્યું છે.કવિએ કાવ્યમાં શોષણનો ભોગ બનતા માણસની વ્યથા આલેખી છે. આપણા સમાજમાં આર્થિક અસમાનતાને લીધે અમીર-ગરીબ વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. અમીરો દ્રારા હંમેશાં ગરીબોનું, મજદૂરોનું શોષિત વર્ગનું શોષણ થતું આવ્યું છે. કવિએ કાવ્યમાં સમાજમાં જોવા મળતી સંઘરાખોરી વિશ જણાવ્યું છે. સંગ્રહ કરનારા વેપારીઓ જ્યારે તહેવારો આવે,જરૂરિયાત ઊભી થાય ત્યારે તે વસ્તુઓની અછત ઊભી કરી બમણો નફો મેળવતા હોય છે. કવિ કાવ્યની શરૂઆતમાં કહે છે કે પહેલાં વેપારીઓ કાપડના તાકા ભરી રાખે છે અને માણસ મૃત્યુ પામે ત્યારે વાર વાર વેચવા નીકળે છે. આનો કંઈ અર્થ છે ખરો ? એ જ રીતે વેપારીઓ અનાજના કોથળા ભરી સીવી રાખે છે ને કોથળામાં પડેલું અનાજની જરૂરિયાત ન હોય ત્યારે માણસ અનાજ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. વેપારીઓ દવાને સંઘરી રાખે છે. ને માણસ મૃત્યુ પામે ત્યારે એના પર રેડે છે. આ લોકો એ જાણે એ લોકો છે જ નહિ એમ કહી કવિ તેમને સમાજને કોરી ખાતી ઊધઈ તરીકે ઓળખાવે છે. ઊધઈની જેમ તે સમાજના કંગાલ, શોષિત, દરિદ્ર વર્ગનું શોષણ કરે છે.