Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\,\Omega$ આંતરિક અવરોધ અને $2\,V$ $e.m.f$ ધરાવતી દરેક છ કોષો વાળી બેટરીને $10\,\Omega$ ના બાહ્ય અવરોધનો ઉપયોગ કરી $220\,V$ $e.m.f$ ના $D.C.$ મેઈન્સ વડે ચાર્જ કરવામાં આવે છે તો ચાર્જિગ વિધુતપ્રવાહ કેટલા ................... $A$ હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ વાપરવામાં આવે છે. જ્યારે કળ $K_3$ ખુલ્લી હોય ત્યારે $A$ એમીટર $1.0\, A$ નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ $K_3$ ને $2$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_1\, cm$ અંતરે મળે છે, જ્યારે કળ $K_3$ ને $3$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_2\, cm$ અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર $\frac{{{R_1}}}{{{R_2}}}$ કેટલો મળે?
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $20 \,\Omega$ અવરોધ અને $300 \,cm$ લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી $(R.B.)$ અને $4 \,V emf$ ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' $R$ ' જેટલો અવરોધ રાખતાં $20 \,mV$ ના કોષ માટે $60 \,cm$ આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' $R$ ' નું મૂલ્ય ......... $\Omega$ થશે.
જ્યારે ઇલેક્ટ્રીક હીટરને ચાલુ કરવામાં આવે ત્યારે સમય સાથે તેમાંથી વહેતા પ્રવાહને આકૃતિમાં દર્શાવેલ છે. તાપમાન સાથે અવરોધમાં થતા ફેરફારને ધ્યાનમાં લેતા નીચેનામાંથી કયો આલેખ સાચો છે ?
કોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટરમાં જ્યારે કોષ ખુલ્લા પરિપથમાં (open circuit) હોય ત્યારે તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ $\ell $ મળે છે. હવે કોષને $R$ અવરોધ વડે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. જો $R$ નું મૂલ્ય કોષના આંતરિક અવરોધના મૂલ્ય જેટલું હોય તો પોટેન્શિયોમીટરમાં તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ કેટલી મળશે?
$E\ e.m.f$ તથા $r$ આંતરીક અવરોધ ધરાવતા $n$ સમાન વિધુતકોષોને શ્રેણીમાં જોડેલ છે. આ જોડાણ સાથે અવરોધ $R$ શ્રેણીમાં જોડેલ છે. તો $R$ માંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે ?