Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E = {E_0}\hat i + 2{E_0}\hat j$ મુજબ આપવામાં આવે છે જ્યાં $E_0\, = 100\, N/C$ છે. $Y-Z$ સમતલને સમાંતર રહેલી $0.02\, m$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?
બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંદરની ત્રિજયા $a$ અને બહારની ત્રિજયા $b$ ધરાવતા ગોળીય કવચની અંદર $R$ ત્રિજયા અને $q$ વિદ્યુતભાર ધરાવતો ધાતુનો ગોળો છે. તો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}$ વિરુદ્ધ તેના કેન્દ્ર $O$ થી અંતર $r$ સાથેનો ગ્રાફ લગભગ કેવો મળશે?