Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$12.5\,N / m$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે $200\,g$ દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો $O$ બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ $O$ ને ફરતે $5$ રેડિયન/સેકેન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર $...........$ હોય.
એક જડિત આધાર પર લટકાવેલ લીસી પુલી પરથી પસાર થતી દોરીના છેડે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ $g / 8$ હોય તો બ્લોકના દળનો ગુણોત્તર ........
એક માળી એ પકડેલા હોજ પાઇપમાથી બહાર આવતા પાણી નો દર $4\,kg\, s^{-1}$ અને વેગ $2\, ms^{-1}$ છે.જ્યારે પાણીની ઝડપ $3\, ms^{-1}$ થશે ત્યારે માળીને કેટલો આંચકો લાગશે?
એક ફુગ્ગો $2 \,g$ હવા ધરાવે છે. તેમાં એક નાનું છિદ્ર પડ્યું છે. હવા $4 \,m / s$ નાં વેગ સાથે બહાર આવે છે. જો ફુગ્ગો $2.5 \,s$ માં સંપૂર્ણપણે સંકોચાઈ જાય છે. તો ફુગ્ગા પર લાગતું સરેરાશ બળ ........... $N$ છે.
એક $300 kg$ ટ્રોલીમાં $25 kg$ ની રેતી ભરેલી બેગ સાથે $27 km/hr $ ની નિયમિત ઝડપે ઘર્ષણ રહિત ટ્રેક પર ગતિ કરે છે. થોડાં સમય બાદ બેગમાંથી રેતી $0.05 kg/s$ ના દરથી નીકળીને ટ્રોલીના તળિયે પડે છે. રેતીની બેગ સંપૂર્ણ પણે ખાલી થઈ જાય ત્યારે ટ્રોલીની ઝડપ .....$km/hr$ શોધો.