Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્ય આંતરિક અવરોધના અને $E \;emf$ ના એક $DC$ ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે $(i)$ બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી $(ii)$ વિભાગ $- A$ ના બે અને વિભાગ $-B$ નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?
આપેલ પરિપથમાં રહેલ કોષ $A$ અને $B$ નો અવરોધ નહિવત છે. $V _{ A }=12\; V , R _{1}=500\; \Omega$ અને $R =100\; \Omega$ માટે ગેલ્વેનોમીટર $(G)$ આવર્તન બતાવતું નથી તો $V_{B}$ નું મૂલ્ય .... $V$ હશે
$1.0\,\Omega $ પ્રતિ $cm$ અવરોધ ધરાવતા તારમાંથી $'A'$ શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ $20\, cm$ અને વચ્ચેના આડા ભાગની લંબાઈ $10\, cm$ છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો $60$ છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ $\Omega$ થાય?
આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે ${AC}$ ની લંબાઈ $250\;cm$ માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ $(1)$ થી બિંદુ $(2)$ પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ $400\, {cm}$ થાય છે. બે કોષોના $e.m.f.$ નો ગુણોત્તર, $\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}$ કેટલો હશે?