Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે બેટરી અવરોધ $R_1$ માંથી $t$ સમયે માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. જ્યારે તે જ બેટરી $R_2$ અવરોધમાંથી $t$ સમય માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે $R_2$ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો.
$10\, \Omega$ અવરોધ ધરાવતા વાયરને વર્તૂળાકારે વાળેલ છે. $P$ અને $Q$ વર્તૂળની પરીઘ પરના બે બિંદુઓ છે જે વર્તૂળને ચતુર્થ ભાગમાં વિભાજીત કરે છે તથા આ બે બિંદુઓને $3\,V$ તથા $1\, \Omega$ આંતરીક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતા વર્તૂળના બંને ભાગોમાંથી પસાર થતા પ્રવાહો.... હશે.
જ્યારે $2\, mA$ વિદ્યુતપ્રવાહ $1\,s$ માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા $10\, mJ$ છે. અવરોધ $....... \Omega$ છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
દ્વવ્ય $A$ કરતાં દ્વવ્ય $B$ નો વિશિષ્ટ અવરોધ બમણો છે. આ બંને દ્વવ્યોમાંથી સમાન અવરોધ ધરાવતાં બે તાર તૈયાર કરવામાં આવે છે, જેમાં $B$ તારનો વ્યાસ $A$ તારના વ્યાસ કરતા બમણો છે, તો બંને તારની લંબાઇનો ગુણોત્તર $l_B / l_A =$ ......
વિદ્યાર્થીને ચલિત વોલ્ટેજ સ્ત્રોત $V$, પરીક્ષણ અવરોધ $R_T=10\,\Omega$, બે સરખા ગેલ્વેનોમીટર $G_1$ અને $G_2$ અને બે વધારાના અવરોધ, $R _1=10\,M\Omega$ અને $R _2=0.001\,\Omega$ આપવામાં આવે છે.ઓહ્મના નિયમને ચકાસવા માટેનો પ્રયોગ કરવા માટે, સૌથી યોગ્ય પરિપથ કયો છે?
એક તાર માટે $0{ }^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}$ અને $t^{\circ} \mathrm{C}$ તાપમાને અવરોધ અનુક્રમે $10 \Omega, 10.2 \Omega$ અને $10.95 \Omega$ મળે છે. કેલ્વીન સ્કેલ પર $t$ તાપમાન . . . . .થશે.