Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R,\,1.5 R $ અને $3R $ અવરોધના અનુક્રમે $ A,\,B$ અને $C$ વોલ્ટમીટર જોડેલા છે.જયારે $X$ અને $ Y$ વચ્ચે અમુક વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અનુક્રમે વોલ્ટમીટર $A,\,B $ અને $C$ ના અવલોકનો $V_A,\,V_B$ અને $V_C$ મળે તો _________
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............
અવગણ્ય અવરોધ ધરાવતા થર્મોકપલ તાપમાનની રેખીય શ્રેણીમાં $40\,\mu V{/^o}C$ નું $e.m.f.$ ઉત્પન્ન કરે છે. આ થર્મોકપલ સાથે $10$ ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર જોડાયેલ છે, જેની સંવેદિતા $1\;\mu A/div$ છે. આ તંત્ર દ્વારા શોધી શકાય તેવા લઘુત્તમ તાપમાન તફાવતનું મૂલ્ય કેટલું હશે?
$220 \,V , 50 \,Hz$ ના $AC$ ઉદ્ગમને $25 \,V , 5 \,W$ ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ $R$ હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો $R$ નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
એક વિધુત કિટલીમાં બે ફિલામેન્ટ છે. તે પૈકીનો પ્રથમ ફિલામેન્ટ અમુક પાણીને $10$ મિનિટમાં ઉકળતું કરે છે અને બીજો ફિલામેન્ટ તેને $15$ મિનિટમાં ઉકળતું કરે છે. બંને ફિલામેન્ટને સમાંતર જોડાતાં હવે આ પાણી .............. મિનિટમાં ઉકળવા લાગશે.
આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ $A B=10 \,{m}$ છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ $0.1 \,\Omega/cm$ છે. ${AB}$ ને $E\;emf$ અને $r$ આંતરિક અવરોધ $r$ ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ $emf$ નું મહત્તમ મૂલ્ય ($V$ માં) કેટલું હશે?