Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\ W,$ $200\ V$ નું એક હીટર છે. તે બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. બંને ભાગોને એકબીજાથી સમાંતરમાં $200\ V$ ના સમાન ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો આ નવા જોડાણમાં પ્રતિ સેકન્ડે મુક્ત થતી ઉર્જા .............. $W$
$R_1$ અને $R_2$ બે અવરોધો જુદા જુદા પદાર્થોના બનેલા છે. $R_1$ ના પદાર્થનો તાપમાન ગુણાંક $\alpha$ અને $R_2$ ના પદાર્થનો તાપમાન ગુણાંક-$\beta$ છે. $R_1$ અને $R_2$ ના શ્રેણી જોડાણનો અવરોધ તાપમાન સાથે બદલાતો ન હોય તો બે તારના અવરોધનો ગુણોત્તર.......હશે.
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધવાળો તાર ધરાવે છે. પોટેન્શીયોમીટરને $2\,V$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. તો એકમ લંબાઈ દીઠ વિધુતસ્થીતિમાનનો તફાવત........... $V/m$ હશે.
એક વિધુતકોષ વડે અવરોધ $R_1$ માંથી $t$ સમય માટે વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ $R_2$ માંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા સમાન હોય તો વિધુતકોષનો આંતરિક અવરોધ ...... છે.
અવરોધોનું અનંત જોડાણ આકૃતિમાં દર્શાવેલ છે. જો $R_1 = 1\, \Omega$ તથા $R_2 = 2 \,\Omega$ હોય તો $A$ અને $B$ વચ્ચેનો પરિણામી અવરોધ = ................ $\Omega$