Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં $p$ જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં $t=0$ સમયે ગતિ કરતા પદાર્થ પર બળ $F = kt$ એ જ દિશામાં $T$ સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન $p$ માંથી બદલાયને $3p$ થાય છે. અહીં $k$ એક અચળાંક છે. તો $T$ નું મૂલ્ય કેટલું હશે?
નિયમીત વેગ $v$ થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ $l$ લંબાઈના અને $30^{\circ}$ નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું $A$ , $2\; s$ માં નીચે સરકે છે. જે નમન બદલીને $45^{\circ}$ કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે $.........\,s$ સમય લેશે.
બે બ્લોક $A$ અને $B$ ના દળ અનુક્રમે $3m$ અને $m$ છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ $A$ અને $B$ ના પ્રવેગ અનુક્રમે શું થશે?
$m$ દળ અને $L$ લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની $l$ જેટલી લંબાઈ એકબાજુ અને $L - l$ જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે $l=\frac{L}{x}$ હોય, ત્યારે સાંંકળમાં $\frac{g}{2}$ જેટલો પ્રવેગ છે. $x$ નું મૂલ્ચ $........$ હશે.
બે સમાન ગરગડી ને આકૃતિ માં બતાવ્યા મુજબ ગોઠવેલી છે. દોરડાનું દળ અવગણ્ય છે.આકૃતિ $(a)$ માં $m$ દળને દોરડાના બીજા છેડા સાથે $2\,m$ દળને જોડીને ઊંચકવામાં આવે છે. આકૃતિ $(b)$ માં $m$ દળને બીજા છેડા પર નીચે તરફ $F = 2mg$ જેટલું અચળ ખેંચાણ લગાડી ને ઊંચકવામાં આવે છે. તો બંને કિસ્સામાં $m$ નો પ્રવેગ અનુક્રમે શું થાય?