Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચે દર્શાવેલ પરિપથમાં એક ઇન્ડકટર $(L=0.03H)$ અને અવરોધ $(R=0.15$ $K\Omega)$ એક $15$ $V$ $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે.કળ $K_1$ ને ઘણા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે.પછી, $t=0$ સમયે કળ ને ખોલવામાં $(open)$ આવે છે અને તે જ સમયે કળ $K_2$ ને બંધ $(close)$ કરવામાં આવે છે.$t= 1$ $ms$ ને અંતે પરિપથમાં વહેતો પ્રવાહ .......... $mA$ હશે. (${e^5} \cong 150)$
$2\, H$ પ્રેરણ અને અવગણ્ય અવરોધ ધરાવતા એક ગુંચળાને જેનો વોલ્ટેજ $V =3t$ વોલ્ટ થી દર્શાવી શકાય તેવા ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. (જ્યાં, $t$ એ સેકન્ડમાં છે). જ્યારે $t= 0$ સમયે વોલ્ટેજ લગાડવામાં આવે છે ત્યારે $4$ સેકન્ડ બાદ ગુંચળામાં સંગ્રહિત ઊર્જા .............$J$ થશે.
એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર $0.01\,A$ કરતાં બીજી કોઇલમાંં ચુંબકીય ફલ્કસમાં થતો ફેરફાર $ 1.2 \times {10^{ - 2}}\,Wb $ હોય,તો બંને કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
આત્મપ્રેરકત્વ $L=40\; mH$ ધરાવતી કોઇલનો પ્રવાહ $4\; milliseconds$ માં $1\; A$ થી $11\; A$ જેટલો વધારવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઇલમાં ઉત્પન્ન થતો $e.m.f.$ કેટલા $V$ હશે?
$10 \;cm$ ત્રિજયા, $500$ આંટા અને $2\;\Omega$ અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે $0.25 \;s $ માં $180^o$ ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું $emf $ કેટલું હશે? $(H_E=3.0 \times 10^{-5}\;T )$