Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અર્ધવાહકમાં સમાન ઈલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા $6×10^8/ m^3$ છે. કેટલીક અશુદ્ધિ ઉમેરતાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા વધીને $9×10^{12 }/ m^3$ થાય છે. નવા હોલની સાંદ્રતા શોધો.
ટ્રાન્ઝિસ્ટરનો વિદ્યુત એમ્પ્લિફીકેશન ગુણાંક $50$ છે. $CE$ એમ્પ્લિફાયર પરિપથમાં કલેક્ટર અવરોધ $5 k $ $\Omega$ અને દાખલ અવરોધ $1 k $ $\Omega$ છે. જ્યારે દાખલ વોલ્ટેજ $0.01V$ હોય ત્યારે બહાર નીકળતો વોલ્ટેજ ........$V$ છે.
જર્મેનીયમની સ્ફટીક પ્લેટ વચ્ચે $2.5\, V$ જેટલો સ્થિતીમાનનો તફાવત આપવામાં આવે છે. સ્ફટીકનો ક્ષેત્ર $1\, cm ^2$ અને જાડાઈ $1.0\, mm$ છે. જર્મેનીયમનમાં મુક્ત ઈલેક્ટ્રોન $2 \times 10^{19}\, m ^{-3}$ અને ઇલેક્ટ્રોન હોલની મોબીલીટી $0.33\, m ^2\, N$ અને $0.17\, m ^2\, N$ છે. તો પ્લેટ વચ્ચે વિદ્યુત પ્રવાહ .......... $A$
$npn$ અથવા $pnp$ ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક $+ve$ અને $-ve$ ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ $2$ એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો $pnp$ ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?