અનુનાદિત નળી પ્રથમ વાર $16cm$ અને બીજી વાર $49cm$ એ સ્વરકાંટા સાયે અનુનાદિત થાય છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$75.0\;cm$ દૂર બે બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચીને બાંધેલી છે. આ દોરીની બે અનુનાદ આવૃત્તિઓ $420 \;Hz$ અને $315\; Hz $ છે. આ બંનેની વચ્ચે બીજી કોઇ અનુનાદ આવૃત્તિ નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
બે સુસંગત અવાજના ઉદગમની તીવ્રતાનો ગુણોત્તર $4: 1$ છે. જ્યારે તે અવકાશમાં વ્યતિકૃત થાય ત્યારે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચે પ્રબળતાનો તફાવત $dB$ કેટલો હોય.
એક સંગીત સાધનમાં તારની લંબાઇ $90 \;cm$ અને મૂળભૂત આવૃતિ $120 \;Hz$ છે તો આ તારને .............. $cm$ સુધી દબાવવું જોઈએ કે જેથી તે $180 \;Hz$ જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.
લંગર નાખેલી સ્થિર બોટ સાથે પાણીના મોજા અથડાય છે. મોજના બે શૃંગ વચ્ચેનું અંતર $100\, m$ અને વેગ $25\, m/sec$ છે. બોટ ઉપર તરફ કેટલી સેકન્ડમાં હલેશા લેશે?
ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે $60^o$ નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો $v$ એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.