Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અલગ અલગ પ્રયોગમાં એક જ ધાતુ પર $4 \times 10^{15}\, Hz$ અને $6 \times 10^{15} \,Hz$ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય વિકિરણ પડે તો મુક્ત થતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જાનો ગુણોત્તર $1: 3$ છે. ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ............... $\times 10^{15} Hz$ છે?
કાઇ નિશ્ચિત ધાતુમાં ફોટો ઈલેક્ટ્રિક અસર ઉત્પન કરી શકે તે માટે વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $200 \;nm$ છે. $100\; nm$ તરંગલંબાઈનાં વિકિરણને કારણે ઈલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ગતિઉર્જા કેટલી હશે?
$m$ દળવાળા ઇલેકટ્રોનને $V$ જેટલા વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે છે, ત્યારે દ- બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ મળે છે. $M$ દળવાળા પ્રોટોનને તેટલા જ વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે, તો તેની સાથે સંકળાયેલ દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
આઈન્સ્ટાઈન ફોટોઈલેકિટ્રક અસરના સમીકરણ પર આધારિત ધાતુની સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની (મહત્તમ) ગતિઊર્જા $\rightarrow$ વિકિરણની આવૃત્તિનો આલેખ સુરેખા મળે છે, જેનો ઢાળ .......
એક કણ $E$ જેટલી ગતિઉર્જાથી ગતિ કરે છે જેની દ’બ્રોગલી તરંગલંબાઈ $\lambda$ છે. જો ઊર્જામાં $\Delta \mathrm{E}$ જેટલો વધારો કરવામાં આવે તો દ’બ્રોગલી તરંગલંબાઈ $\frac {\lambda}{2} $ થાય છે તો $\Delta \mathrm{E}$ કેટલું હશે?