Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક હૉસ્પિટલમાં પેશીમાંની ગાંઠ (ગ્રંથિ)નું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ $1.7\, km s^{-1}$ હોય તેમાં ધ્વનિની તરંગલંબાઈ કેટલી હશે? સ્કેનરની કાર્યવાહક (Operating) આવૃત્તિ $4.2\, MHz$ છે.
એક અવલોકનકાર $18\,km/h$ ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ $640\,Hz$ હોય અને હવામાં ધ્વનિનો વેગ $320\,m / s$ હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ $..........Hz$ હશે.
સ્વરકાંટા $P$ અને $Q$ ને સાથે કંપન કરાવતા ઉત્પન્ન થતાં સ્પંદ $OA$ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે, $Q$ પર મીણ લગાવાથી ઉત્પન્ન થતાં સ્પંદ $OB$ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે,જો $P$ ની આવૃત્તિ $341 Hz$ હોય,તો $Q$ ની આવૃત્તિ કેટલી ... $ Hz$ થાય?
પરસ્પર લંબ હોય, તેવા બે રોડ પર $72km/hr$ અને $36 km/hr$ ના વેગથી જતી કાર એકબીજાને ક્રોસ કરે છે,પહેલી કાર $280Hz$ નો હોર્ન વગાડતાં બંને કારને જોડતી રેખાએ રોડ સાથે બનાવેલો ખૂણો $45°$ હોય,તો બીજા કારના ડ્રાઇવરને કેટલી .... $Hz$ આવૃત્તિ સંભળાય?
એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ $20\;cm$ છે, તો ખુલ્લી નળીની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?