Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થને જમીનથી ઉપરની તરફ ફેકવામાં આવે છે $10 \,s$ ના અંતરાલમાં બે વાર $5 \,m$ ઉંચાઈ પસાર કરે છે. તો પદાર્થનો કુલ ઉડાનનો સમય .............. $s$ થાય ?
એક માલગાડી સીધા રેલમાર્ગ પર નિયમિત પ્રવેગી ગતિ કરીને ટ્રેકની બાજુમાં રહેલા વીજળીના થાંભલા પાસે પહોચે છે. તેનું એન્જિન થાંભલાને $u$ વેગથી અને ગાર્ડ રૂમનો ડબ્બો થાંભલાને $v$ વેગથી પસાર કરે છે. તો ટ્રેનનો વચ્ચેનો ડબ્બો થાંભલા ને કયા વેગથી પસાર કરશે?
ચોક્કસ ઊંચાઈ $h$ ($h$ ખૂબ મોટી છે) થી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે અને બીજા પદાર્થને $5 \,m / s$ ના વેગ સાથે નીચેની તરફ ફેકવામાં આવે છે. $3 \,s$ પછી બે પદાર્થની ઊંચાઈમાં ........... $m$ તફાવત હશે ?
એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
એક કાર $V$ વેગથી ગતિ કરે છે. જો બ્રેક લગાવતા તે $20\; m$ અંતરે અટકે છે. જો કારનો વેગ બમણો કરવામાં આવે, તો બ્રેક લગાવવામાં આવે ત્યારે તે અટકતા પહેલા કેટલું અંતર કાપશે?