Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.
$m$ દળ ધરાવતા બે સમાન ઘન $A$ અને $B$ લીસી સપાટી પર પડેલા છે તથા એકબીજા સાથે $L $ લંબાઇ અને $k$ બળ અચળાંક ધરાવતી હલકી સ્પ્રિંગ વડે જોડેલા છે. ત્રીજો સમાન ઘન અને $m$ દળ ધરાવતો ઘન $C A$ અને $B $ ને જોડતી રેખા પર ઘન $A$ સાથે $ v $ જેટલા વેગથી અથડામણ કરે છે. તો સ્પ્રિંગમાં ઉદભવતું મહત્તમ સંકોચન......
$10 cm$ લંબાઈની એક હલકી સ્પ્રિંગના છેડે જ્યારે $20 g$ દળનો પદાર્થ જોડેલો હોય ત્યારે સ્પ્રિંગ $2 cm$ જેટલી ખેંચાય છે. સ્પ્રિંગની કુલ લંબાઈ $4 cm$ થાય ત્યાં સુધી પદાર્થને લટકાવવામાં આવેલ છે. સ્પ્રિંગમાં સંગ્રહીત સ્થિતિ સ્થાપક ઊર્જા (જૂલમાં) કેટલી હશે ?
$100 gm $ અને $250 gm$ દળના બે દડાઓ $A$ અને $B$ અવગણ્યદળ વાળી તાણેલી (ખેંચેલી) સ્પ્રિંગ વડે જોડેલા છે અને જે લીસા ટેબલ પર મૂકેલા છે. જ્યારે બંને દડાઓને એક સાથે છોડવામાં આવે જેમાં $B$ દડાનો પ્રારંભિક પ્રવેગ $10 cm/sec^2$ પશ્ચિમ દિશામાં લાગે છે. $A $ દડા ના પ્રારંભિક પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.
$M$ અને $2M$ દળ અને $10\, m/s$ અને $5\, m/s$ વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v_1$ અને $v_2$ વેગથી ગતિ કરે તો $v_1$ અને $v_2$ અનુક્રમે કેટલા મળે?