Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 \,cm$ લંબાઈનો એક એલ્યુમિનિયમનો સળિયો તેના મધ્યબિંદુુએ પકડવામાં આવ્યો છે અને તેમાં લંબગત દોલન કરવામાં આવે છે. સળિયાને તેની મુળભુત આવૃતિએ દોલિત થવા દેવામાં આવે છે. એલ્યુમિનિયમની ઘનતા $2600 \,kg / m ^3$ અને યંગનો મોડ્યુલસ $7.8 \times 10^{10} \,N / m ^2$ છે. ઉત્પન્ન થતા અવાજની આવૃતિ ............. $Hz$ હોય.
સુરેખ તાર (દળ$=6.0\; \mathrm{g}$, લંબાઈ$=60\; \mathrm{cm}$ અને આડછેડનું ક્ષેત્રફળ$=1.0\; \mathrm{mm}^{2}$) તાર માટે લંબગત તરંગની ઝડપ $90\; \mathrm{ms}^{-1}$ છે જો તારનો યંગ મોડ્યુલસ $16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}$ હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે?
એક કેબલ (તાર) માં $0.1\, kW$ નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ $(attenuation)$ $-5\, dB$ પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ $20 \,km$ છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા $10^{-x} \, W$ છે. $x$ નું મૂલ્ય ..........
$[\,dB$ માં લબ્ધિ $\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]$
જ્યારે બે સ્વરકાંટાને (સ્વરકાંટા$-1$ અને સ્વરકાંટા$-2$) એકસાથે ધ્વનિત કરતાં પ્રતિ સેકન્ડે $4$ સ્પંદ સંભળાય છે. સ્વરકાંટા$-2$ ના પાંખિયા પર ટેપ લગાવવામાં આવે તો પ્રતિ સેકન્ડે $6$ સ્પંદ સંભળાય છે. જો સ્વરકાંટા$-1$ ની આવૃતિ $200\, Hz$ હોય તો સ્વરકાંટા$-2$ ની મૂળભૂત આવૃતિ($Hz$ માં) કટલી હશે?
એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ $20\;cm$ છે, તો ખુલ્લી નળીની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.
$20$ ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે $4$ સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... $Hz$ થશે.