ભારતીય સ્ત્રીઓ બહુઆયામી કાર્યો કરે છે. ઘરમાં ગૃહિણી તરીકે કુટુંબના મૂલ્ય અને જીવનનું સંવર્ધન કરે છે. એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે. ઘરની સાથે બાળકો, પતિ, કુટુંબના અન્ય વ્યક્તિઓની અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. કેટલીક મહિલાઓ એક તરફ નોકરીની ફરજ બજાવતા સાથે ઘરની બધી જવાબદારી નિભાવતાં હોય છે. ઘરના સંચાલનની સાથે આર્થિક જવાબદારી નિભાવવામાં સહભાગી બને છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે. રમત-જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ ધપી રહી છે. આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. દા.ત. કિરણ બેદી, ઈન્દિરા ગાંધી, કલ્પના ચાવલા વગેરે.