Question
હવા-પ્રદૂષણ ફેલાવતા મુખ્ય પ્રદૂષકો કયા કયા છે?

Answer

હવા-પ્રદૂષણ ફેલાવતા મુખ્ય પ્રદૂષકો નીચે પ્રમાણે છે:
$(1)$ બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો.
$(2)$ કારખાનાં અને મિલોમાંથી નીકળતા ધુમાડાના કાર્બનયુક્ત રજકણો.
$(3)$ પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોના ધુમાડામાં રહેલા નાઇટ્રસ ઑક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ, બેન્ઝોપાયરિન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ.
$(4)$ ખનન અને બાંધકામની પ્રવૃત્તિઓને લીધે ઊડતા રજકણો.
$(5)$ દહન કરવામાં આવતો ખેતીનો ઘન કચરો.
$(6)$ પ્રાણીઓનાં મળમૂત્ર અને મૃતદેહો, સડેલાં શાકભાજી અને ફળો, વાસી ખોરાક વગેરેના કોહવાટથી ઉત્પન્ન થતા અમોનિયા અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ઝેરી વાયુઓ.
$(7)$ તાંબુ, સીસું, જસત વગેરે ધાતુઓની રિફાઇનરીઓ પણ સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ ફેલાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free