Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વસ્તુ $45^{\circ}$ ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને $45^{\circ}$ ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં $n$ ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક $.................$ થશે.
એક સમતલ રોડ પર એક સાઇકલ સવાર $3\; m$ ત્રિજયાનો એક શાર્પ વર્તુળાકાર વળાંક લે છે $(g=10\ ms^{-2}) $. જો સાઇકલના ટાયર અને રોડ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક જો $0.2 $ હોય, તો નીચેનામાંથી કેટલી ઝડપે વળાંક લેતાં આ સાઇકલ લપસસે નહિ?
$20\,kg$ નો બ્લોક ઘર્ષણવાળી સપાટી પર સ્થિર પડેલ છે.તેને ગતિમાં લાવવા $75\, N $ નું સમક્ષિતિજ બળ જરૂર પડે છે.તે ગતિમાં આવ્યા પછી $60\, N$ નું બળ અચળ ઝડપ રાખવા માટે જરૂર પડે છે.તો સ્થિત ઘર્ષણાંક કેટલો થાય?
આપેલી આકૃતિમાં બે બ્લોકનું તંત્ર દર્શાવે છે, $4 \,kg$ નો બ્લોક એ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે, $4 \,kg$ ની ઉપરની સપાટી ખરબચડી છે. $2 \,kg$ નો એક બ્લોક તેની ઉપરની સપાટી પર મૂકવામાં આવે છે. જ્યારે $4 \,kg$ દળને $30 \,N$ બળ દ્વારા ખેંચવામાં આવે છે, ત્યારે પૃથ્વીની સાપેક્ષે ઉપરની બ્લોકનો પ્રવેગ ............... $m / s ^2$ છે
રોલર કોસ્ટર એવી રીતે બનાવવામાં આવ્યું છે, કે જયારે કાર તેની મહત્તમ ઊંચાઇએ જાય ત્યારે તેમાં બેઠેલી વ્યકિત વજનવિહીનતાનો અનુભવ કરે, રોલર કોસ્ટરની વક્રતાત્રિજયા $ 20\; m$ છે. સૌથી ઉપર ટોચ પર કારની ઝડપ ............. ની વચ્ચે હશે.