Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mu$ ઘર્ષણાંકવાળા ઢાળ પર કોઈ પદાર્થને ઉપર તરફ ગતિ શરૂ કરવા માટે આપવું પડતું ન્યૂનતમ બળ $F _{1}$ છે. આ જ પદાર્થને તે જ ઢાળ પરથી નીચે સરકતો અટકાવવા માટે આપવું પડતું બળ $F _{2}$ છે. જો ઢાળ અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો $\theta$ હોય તથા $\tan \theta=2 \mu$ હોય તો ગુણોત્તર $\frac{F_{1}}{F_{2}}$ કેટલો મળે?
સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોક $B $ ને પ્રારંભિક વેગ $V_0 $ થી ક્ષણભર માટે ધકકો મારવામાં આવે છે. જો સપાટી અને બ્લોક વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ હોય, તો બ્લોક $B$ કેટલા સમય બાદ સ્થિર થશે?
બરફના બ્લોકને $\theta=45^°$ ઢાળવાળા રફ ઢાળ પરથી નીચે આવતા લાગતો સમય એ સમાન ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં બમણો હોય તો બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી $R$ અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક $\mu$ છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે.
$5\, kg$ ના બ્લોક ને, $(i)$ કિસ્સા $(A)$ મુજબ ધકેલવામાં અને $(ii)$ કિસ્સા $(B)$ મુજબ ખેચવામાં આવે છે,જ્યાં બળ $F = 20\, N$,સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. કિસ્સા $(B)$ અને કિસ્સા $(A)$ ના પ્રવેગનો તફાવત ........ $ms^{-2}$ મળશે. $(g = 10\, ms^{-2})$
$'m '$ દળના એક પદાર્થ ને સ્પ્રિંગના એક છેડે બાંધીને સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય વેગથી ચક્રાકારે ફેરવવામાં આવે છે. સ્પ્રિંગમાં ખેંચાણ $1\, cm$ છે. જો કોણીય વેગ બમણો કરવામાં આવે તો સ્પ્રિંગમાં ખેંચાણ $5\, cm$ થાય છે. તો સ્પ્રિંગની મૂળ લંબાઈ ........ $cm$ હશે.
$4\,g$ ની બુલેટ સમક્ષિતિજ દિશામાં $300\,m/s$ ઝડપથી ટેબલ પર સ્થિર રહેલા $0.8\,kg$ દળવાળા લાકડાના બ્લોક પર છોડવામાં આવે છે. જો લાકડા અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક કેટલો દૂર સુધી સરકશે?
$M$ દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ $\theta$ છે. સંપર્ક બળનું મૂલ્ય $...........$ થશે.