Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 \mathrm{~kg}$ દળના એક બ્લોકને આકૃતિમાં દર્શાવેલ ખરબચડા સમતલ પર મુકેલ છે. જો આ બ્લોકને ઉપર તરફ્ ખસેડવા લઘુતમ બળ $\vec{F}_1$ અને નીચે તરફ સરક્તો અટકાવવા જરૂરી બળ $\vec{F}_2$ હોય તો $\left|\vec{F}_1\right|-\left|\vec{F}_2\right|=\ldots \ldots \ldots . . \quad\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.$ લેવુ.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બ્લોક $A$ અને $B$ જેના દળ $m_A = 1\,kg$ અને $m_B = 3\,kg$ છે તે ટેબલ પર પડેલા છે. $A$ અને $B$ વચ્ચેનો અને $B$ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તો મહત્તમ બળ ........ $N$ આપી શકાય કે જેથી બ્લોક $A$ એ બ્લોક $B$ પર ગતિ ના કરે?: [ $g = 10\,m/s^2$ ]
$30^°$ ઢાળવાળા ઢાળ પર $102\, kg$ નો પદાર્થને નીચે પડતો અટકાવવા $750 \,N$ નું બળ લગાવવું પડે છે.જો ઢાળ અને બ્લોક વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક $0.4$ અને $0.3$ હોય તો બ્લોક પર ...... $N$ ઘર્ષણબળ લાગતું હશે.
$m_1$ દળવાળા $A$ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સ્થિર મૂકેલો છે. તેને હલકી દોરી બાંધીને, ટેબલની ધાર પર જડેલી ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે $m_2$ દળવાળા $B$ બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ છે. જયારે બ્લોક $A $ ટેબલ પર સરકીને ગતિ કરે ત્યારે, દોરીમાં તણાવ બળ કેટલું હશે?
$m$ દળનાં બ્લોકને કેન્દ્રથી $x$ અંતરે સમક્ષિતિજ રીતે વર્તુળાકાર ટેબલ પર મુકવામાં આવેલો છે. જો બ્લોક અને ફરતાં ટેબલની સપાટી વચ્ચેનું ઘર્ષણાંક $\mu$ છે, તો ટેબલની મહત્તમ કોણીય ઝડપ શોધો કે જેથી બ્લોક તેના પરથી લપસે નહિ.