Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,kg$ નો નળાકાર $10 m/s$ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે.જો સપાટી અને નળાકાર વચ્ચે ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થાય,તે પહેલાં તેણે કેટલા ............ $\mathrm{m}$ અંતર કાપ્યું હશે?
એક બ્લોક $A$ જે લીસી ઢોળાવવાળી સપાટી પર મૂકેલો છે, અને બીજો બ્લોક $B$ જે ખરબચડી ઢોળાવવાળી સપાટી પર મુકેલો છે તેમના પ્રવેગનો ગુણોતર $2 : 1$ છે, તો બ્લોક $B$ અને ઢોળાવવાળી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ..... છે.
એક સમતલ રસ્તા ઉપર $75 \,m$ ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ $30\; m / s$ છે. હવે જો વળાંકની ત્રિજ્યા $48 \;m$ કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ $m / s$ થશે.
એક કાર અચળ ઝડપે $0.2 \,km$ ની ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરી રહી છે. કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ $0.45$ છે, તો કારની મહત્તમ ઝડપ .............. $m / s$ હોઈ શકે છે [ $g=10 \,m / s ^2$ લો]
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દળના બ્લોક પર $F$ જેટલું બળ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે લગાડતા બ્લોક ગતિ કરે છે. જો ગતિક ઘર્ષણાંક $\mu_{ K }$ હોય તો બ્લોકનો પ્રવેગ $a$ કેટલો થશે?
$m$ દળની એક કાર $R$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો $\mu_s $ રોડ અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય, તો આ વર્તુળાકાર ગતિ દરમિયાન કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ?
એક ઘર્ષણરહિત ટેબલ પર બ્લોક $B$ છે અને તણા પર બીજો બ્લોક $A$ છે જો $A$ અને $B$ વચ્ચે નો ઘર્ષણાક $\mu $ $A$ ને $B$ વચ્ચે ગતિ ની શરૂઆત કરવા $B$ ને કેટલો મહતમ પ્રવેગ આપવો પડશે?
$m$ દળની એક રેસિંગ કાર $R$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ (track) પર $v$ વેગથી ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_{s}$ હોય તો કાર પર નીચે તરફ લાગતાં લિફ્ટ બળ $F_{L}$ નું ઋણ મૂલ્ય કેટલું હશે?