Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીઆજ ની ઘડી તે રળિયામણી2 Marks
Question
'ચરણ પખાળીએ' ને બદલે 'પગ ધોઈએ' એવો શબ્દપ્રયોગ કરીએ તો શું ફેર પડે?
✓
Answer
'ચરણ' શબ્દ ગુરુ, મહાત્મા કે કૃષ્ણ જેવા દેવપુરુષ માટે વપરાય છે. 'ચરણ' સાથે 'પખાળવું' શબ્દ વપરાય છે, કારણ કે પખાળવામાં માત્ર 'ધોવા'નો અર્થ નથી, પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે. 'ધોવા'માં માત્ર નિર્મળ કરવાનો અર્થ છે. આમ, અહીં શબ્દોનો વિશિષ્ટ અર્થ છે. આથી, અહીં 'ચરણ પખાળીએ' એવો શબ્દપ્રયોગ જ યોગ્ય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.