Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$ {L_1} $ અને $ {L_2} $ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકેલ છે,કે એકનું બધું ફલ્કસ બીજા સાથે સંકળાય છે.બે કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ $M$ હોય તો $M$ કેટલું થાય?
એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર $0.01\,A$ કરતાં બીજી કોઇલમાંં ચુંબકીય ફલ્કસમાં થતો ફેરફાર $ 1.2 \times {10^{ - 2}}\,Wb $ હોય,તો બંને કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને $220\, V$ નાં $ac$ ઉદગમ સાથે જોડી $11\, V$ અને $44\, W$ ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવવાતા પાવર (કાર્યત્વરા) ને અવગણતા, પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો હશે ? ($\mathrm{~A}$ માં)
આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ $\phi_{B}(t)=10 t^{2}+20 t$ મુજબ બદલાય છે. જ્યાં $\phi_{B}$ મિલી વેબરમાં અને $t$ સેકન્ડમાં છે, તો ${t}=5\, {s}$ સમયે ${R}=2 \,\Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $....\,{mA}$ હશે?
$10 \,\Omega, 20 \,mH$ ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા $20 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $100 \,\mu s$ પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ $e.m.f.$ ............ $V$ થશે.
$70\,cm ^2$ નું ક્ષેત્રફળ અને $600$ જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું $0.4\,wb\,m ^{-2}$ ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં $500$ પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે $60^{\circ}$ ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક $emf...........\,V$ થશે.$(\pi=\frac{22}{7})$
$l$ લંબાઇની બાજુવાળો અને $R$ અવરોધ ધરાવતી વાહક ચોરસ લૂપ તેના સમતલમાં એકસમાન વેગ $v$ થી તેની એક બાજુને લંબ રહે તેમ ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમય અને સ્થાન સાથે સમાન ચુંબકીયક્ષેત્ર $B$ સમતલની અંદરની દિશામાં છે. ઉત્પન્ન થતું $e.m.f.$ કેટલું હશે?