Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x$- અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કધણોનો વેગ, તેની સ્થાન $(x)$ સાથે $v=\alpha \sqrt{x}$ પ્રમાણો બદલાય છે; જ્યાં $\alpha$ અચળ છે નીચેનામાંથી ક્યો આલેખ તેના પ્રવેગ $(a)$ ના સમય $(t)$ સાથે બદલાય છે?
વિધાન: $M$ અને $m$ દળના $(M > m)$ બે પદાર્થોને સમાન ઊંચાઈએથી પતન કરાવવામાં આવે છે જો હવાનો અવરોધ બંને માટે સરખો હોય તો બંને પદાર્થો એકજ સમયે જમીન પર પહોંચશે.
કારણ: સમાન હવાના અવરોધ માટે બંને નો પ્રવેગ પણ સમાન થશે.
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. બ્લોક $B$ પર જમીન દ્વારા લગાડેલું ઘર્ષણ બળ ..... $N$ છે
એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) $4\,m s ^{-1}$ વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો $4\,s$ બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ $.......\,m$ છે.$\left( g =10 m s ^{-2}\right.)$ લો.
એક પદાર્થ $6.25\ m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યો છે, તેનો પ્રતિપ્રવેગનો દર $\frac{{dv}}{{dt}} = - 2.5\sqrt v $ થી અપાય છે. જયાં, $v$ એ તત્કાલીન ઝડપ છે. પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય $(\sec$ માં$)$ કેટલો હશે?
એક $120 \,m$ લાંબી ટ્રેન પશ્ચિમ તરફ $10\, m/s$ ની ઝડપે ગતિ કરે છે. એક પક્ષી પૂર્વ તરફ $5\, m/s$ ની ઝડપથી ટ્રેન ને પસાર કરે છે. તો ટ્રેન પસાર કરવા માટે પક્ષીને કેટલા .........$sec$ નો સમય લાગશે?
એક ટેનિસ બોલને $9.8\,m$ ઉંયાઇએથી ભોંયતળિયા પર મુકત કરવામાં આવે છે. તે જમીન પરથી અથડાઈ પુનઃ $5.0\,m$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો બોલ તળિયા સાથે $0.2\,s$ માટે સંપર્કમાં રહે છે. તેની સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ $...........ms ^{-2}$ હશે.
એક પદાર્થને જમીનથી ઉપરની તરફ ફેકવામાં આવે છે $10 \,s$ ના અંતરાલમાં બે વાર $5 \,m$ ઉંચાઈ પસાર કરે છે. તો પદાર્થનો કુલ ઉડાનનો સમય .............. $s$ થાય ?
બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?