Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ સીધી રેખા $OX$ પર ગતિ કરે છે. $t$ (સેકન્ડમાં) સમયે કણના $O$ થી અંતર $x$ (મીટરમાં) એ $x =40+12 t - t ^{3}$ વડે આપવામાં આવે છે. આ કણ સ્થિર થશે તે પહેલાં કેટલા.........$m$ અંતર કાપશે?
સુરેખ હાઇવે પર એક માણસ કાર લઈને $Q$ સ્થાનેથી $v$ ઝડપથી ગતિ કરે છે. આકૃતિ પ્રમાણે તે હાઇવે (બિંદુ $M$) થી $d$ અંતર દૂર એક વિસ્તારના $P$ સ્થાને જવાનું નક્કી કરે છે. આ વિસ્તારમાં કારની ઝડપ હાઇવે પરની ઝડપ કરતાં અડધી છે. $P$ સ્થાને ન્યુનત્તમ સમયમાં પહોચવા માટે અંતર $RM$ કેટલું હોવું જોઈએ?
સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરતો કણ પ્રથમ $2 \;sec$ માં કાપેલ અંતર $x $ અને તેની પછીની $2\; sec$ માં કાપેલ અંતર $y$ છે,તો તેમની વચ્ચેનો સંબંધ શું થાય?
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ - સમય $(t)$ નો આલેખ આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણોની સરેરાશ ઝડપ કેટલી થાય?
$12\,ms^{-1}$ જેટલા વેગથી ઉપરની તરફ ગતિ કરતું એક બલૂન જમીનથી $65\, m$ ઊંચાઈએ હોય ત્યારે તેમાથી એક પેકેટ છોડવામાં આવે છે. તો તેને જમીન પર પહોચવા માટે લાગતો સમય કેટલો........... $s$ થાય? $(g = 10\,ms^{-1})$
ચોક્કસ ઊંચાઈ $h$ ($h$ ખૂબ મોટી છે) થી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે અને બીજા પદાર્થને $5 \,m / s$ ના વેગ સાથે નીચેની તરફ ફેકવામાં આવે છે. $3 \,s$ પછી બે પદાર્થની ઊંચાઈમાં ........... $m$ તફાવત હશે ?