ગવરીની વિદાય થતી જાનમાં અનેક જાતના અને ભાતના વિધવિધ પ્રકારના રોગો દૃષ્ટિગોચર થાય છે. રમજુ મીરના મોથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા, મેધા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું, જાનૈયાઓને વેવાઈને કંકુના થાપા મારેલો. હીરભરતના ફૂલ અને શિગડીઓ વડે શણગારેલા બળદ ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયને જમો, હાથમાં રાખેલ તલવારનું રંગીન તેમજ કન્યાનું પંચરંગી પટોળું એમ એક વિશિષ્ટ રેગસૃષ્ટિનો રંગ મેળો જામ્યો હોય એમ દૃષ્ટિગોચર થાતું હતું.