Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન $L$ છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.
હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રૉનનું વિદ્યુતસ્થિતિમાન $V\,\, = \,\,{V_0}\,\,ln\,\,\left( {\frac{r}{{{r_0}}}} \right)$ વડે આપવામાં આવેલ છે; જ્યાં $r_0 $= અચળ.આ તંત્ર બોહર મૉડલને અનુસરે છે, તેમ ધારીને ત્રિજ્યા $ r_n$ નો $'n'$ સાથેનો સંંબંધ જણાવો. અત્રે, $n =$ મુખ્ય ક્વૉન્ટમ આંક છે.
વિધાન $1$ : જયારે ફોટોસેલ પર પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય $V_0$ અને ઉત્સર્જિત ફોટો - ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_{max}$ મળે છે.હવે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના બદલે $X-rays$ આપાત કરવામાં આવે,તો $V_o$ અને $K_{max}$ બંને વધે છે.
વિધાન $2$ : ઉત્સર્જિત ફોટો-ઇલેકટ્રોન્સનો વેગ શૂન્યથી લઇને મહત્તમ જોવા મળે છે.કારણ કે આપાત પ્રકાશની આવૃતિના ગાળામાં વિવિઘ આવૃતિવાળા વિકિરણ હાજર હોય છે.
એક $Z$ પરમાણુક્રમાંકવાળા હાઇડ્રોજન જેવા પરમાણુમાં એક ઇલેકટ્રૉન $2n$ ક્રમાંકવાળી ઉત્તેજિત અવસ્થા છે. તેમાંથી વધુમાં વધુ $204\, eV$ ઊર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત થઈ શકે છે. હવે આ ઇલેકટ્રૉન $2n$ કક્ષામાંથી $n$ મી કક્ષામાં સંક્રાંતિ કરે તો $40.8\, e V$ ઊર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત થાય છે, તો $'n'$ નું મૂલ્ય .......