Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X-$ કિરણો ઉત્પન્ન કરવા માટે,$V$ વિજવિભવથી એક ઇલેકટ્રોન બીજાને પ્રવેગીત કરીને એક ઘાતુના ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે.આ સતત $( continuous)$ અને લાક્ષણિક $( characteristic)$ $ X-$ કિરણોનું ઉત્પાદન કરે છે. જો $λ_{min}$ એ $X-$ કિરણોના વર્ણપટની શકય લઘુતમ તરંગલંબાઇ હોય,તો $log$ $λ_{min}-log$ $V$ ના ફેરફારને _______ વડે સાચી રીતે રજુ કરી શકાય.
એક અણુ $500\,nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન નું શોષણ કરીને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે.આ પ્રક્રિયા દરમ્યાન અણુ દ્વારા શોષાતી ચોખ્ખી ઉર્જા $n \times 10^{-4}\,eV$ છે. જ્યા $n$ ની કિંમત .......... છે. (અહી અણુ એ શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહે છે એવું ધારો.) ($h=6.6 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^8\,m / s$ લો).
દ્વિ આયનીય $Li$ અણુ તેની ધરા અવસ્થા$(n = 1)$ માંથી $n = 3$ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તેની વર્ણપટ્ટ રેખાની તરંગલંબાઈ ${\lambda _{32}},{\lambda _{31}}$ અને ${\lambda _{21}}$ મુજબ આપવામાં આવે છે. તો ${\lambda _{32}}/{\lambda _{31}}$ અને ${\lambda _{21}}/{\lambda _{31}}$ નો ગુણોત્તર અનુક્રમે કેટલો મળે?
ધરા સ્થિતિમાં રહેલ હાઈડ્રોજન નમૂના પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે. હાઈડ્રોજનના પરમાણુઓ પ્રકાશના અમુક અંશનું શોષણ કરે છે અને પરિણામે છ જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આપાત વિકિરણની આવૃત્તિ $x \times 10^{15}\,Hz$ છે.$x$ નું મૂલ્ય ........ થશે. $\left( h =4.25 \times 10^{-15}\,eVs \right.$ આપેલ છે.)
ઉત્પન્ન થતાં ક્ષ કિરણોમાં ઈલેક્ટ્રોનનું પુંજ $V$ સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત બને છે. અને ધાતુના ટાર્ગેંટ પર અથડાય છે. નીચે આપેલ ક્ષ કિરણોના $V$ ના ક્યા........$kV$ મૂલ્ય માટે તરંગ લંબાઈ ઓછી હશે?