પાહોમના મનમાં ક્યારેય ન સંતોષાય એવી “મોટા જમીનદાર" - “અમીર આદમી'” બનવાની ઈચ્છા થઈ આવી. નસીબના બળે અને મહેનત તેમજ આવડતથી તે જમીનદાર બન્યો, ખૂબ ધન અને જમીનનો માલિક બન્યો. પરંતુ વધારે ને વધારે મેળવવાની ઈચ્છાના કારણે તેને ક્યારેય સંતોષ ન થયો. એક કહેવત “અતિલોભ એ પાપનું મૂળ'' મુજબ, અતિલોભના કારણે, અંતે પાહોમે પોતાની જાતની જ બલિ ચઢાવી દીધી.