Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાતળા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈ $ ℓ$ ને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ I $ છે. આવા ચાર સળિયાના ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _1$ છે. આ નળાકારમાંથી $R^{\prime}=\frac{R}{2}$ ત્રિજ્યા અને $L^{\prime}=\frac{L}{2}$ લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા $I _2$ હોય, તો $\frac{I_1}{I_2}=...........$ (બંને $I _1$ અને $I _2$ નળાકારની અક્ષને અનુલક્ષીને છે)
એક પાતળી $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફરે છે. ચાર $m$ દળના પદાર્થને રિંગ પર તેના બે લંબ વ્યાસના છેડે મૂકવામાં આવે છે. રિંગનો કોણીય વેગ કેટલો થાય?
$5 \hat{i}+3 \hat{j}-7 \hat{k}$ બળ દ્વારા ઉગમબિંદુને ફરતે લાગતુ ટોર્ક $\tau$ છે.જો આ બળ કે જેનો સ્થાન સદિશ $2 \hat{i}+2 \hat{j}+\hat{k}$ હોય પર લાગે તો ટોર્ક $\tau$ નું મૂલ્ય $........$ હશે.
એક તક્તી સ્થિર સ્થિતિથી તેની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરી રહી છે, તે $4 \,s$ માં $100 \,rev / s$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. આ $4 \,s$ દરમિયાન પરિભ્રમણ થયેલો ખૂણો (રેડીયનમાં) ......... $\pi$ થાય?
પાતળી ધાતુની તકતીમાંથી $ R$ ત્રિજ્યાનું વર્તૂળાકાર કાપી નાંખેલ છે. $R/2$ ત્રિજ્યાનું છિદ્ર આ વર્તૂળમાંથી કરવામાં આવે છે. આ રીતે વર્તૂળની રીમને સ્પર્શેં છે. તેનું મૂળ કાપ્યા વગરના ભાગના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર શોધો.
$3l$ લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના $P$ બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત $'a'$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ $EFG$ ના શિરોબિંદુ પર ત્રણ $m$ દળના કણ મૂકેલા છે. ત્રિકોણ $EFG$ ના સમતલને અને બાજુ $EG$ ને લંબ બાજુ $EX$ રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{ N }{20}\, ma ^{2}$ મળે છે. જ્યાં $N$ પૂર્ણાંક સંખ્યા છે. તો $N$ નું મૂલ્ય કેટલું હશે?