Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેના બે વિધાનો પરથી આપેલ વિકલ્પમાંનો જવાબ શોધો. વિધાન $-1$ : એક જ દિશામાં ગતિ કરતા બે કણો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં તેમની બધી જ ઊર્જા ગુમાવતા નથી.
વિધાન $-2$ : બધા જ પ્રકારના સંઘાતો માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પળાય છે.
$m_1$ અને $m_2$ દળના બે સમકડાના ગાડા વચ્ચે એક સ્પ્રિંગ સંકોચાયેલી છે. જ્યારે રમકડાના ગાડાને મુક્ત (છોડવામાં) કરવામાં આવે ત્યારે દરેક ગાડા પર આવેલી સ્પ્રિંગ સમાન સમય $t$ માટે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરૂદ્ધ દિશામાં બળ લગાડે છે. જો જમીન અને ગાડા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $\mu$ સમાન હોય તો બે રમકડાના ગાડાઓના સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.
એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે,પણ તેનો પ્રતિપ્રવેગ તેણે $t$ સમયમાં કરેલ સ્થાનાંતર $x$ ના સમપ્રમાણમાં છે,તો સ્થાનાંતર $x$ ના કોઇ પણ મૂલ્ય માટે તેની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય?
અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.
એક $M = 4\,m$ દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. $m$ દળ ધરાવતો કણ $v$ વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?