Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્લેબ સમાન જાડાઈના કોપર અને બ્રાસના બે સમાંતર સ્તર છે અને ઉષ્મીય વાહકતા $1:4$ ના ગુણોત્તર છે. જો બ્રાસની મુક્ત બાજુનું તાપમાન $100°C$ અને કોપરનું $0°C$ છે. તો અત:બાજુનું તાપમાન ....... $^oC$ છે.
કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન $200\;K$ છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ $12\;\mu m$ નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ $\lambda= 4800\;\mathring A$ છે, તો આ તારાની સપાટીનું તાપમાન ($K$ માં) કેટલું હશે?
બે પદાર્થાે $A$ અને $B$ ને ઉષ્મીય ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $ 0.81$ છે. બંને પદાર્થની બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થે સમાન દરથી કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. .$\lambda_B$ તરંગલંબાઈએ $B$ દ્વારા મળતા મહત્તમ સ્પેક્ટ્રમ વિકિરણ $1.0 \mu m$ છે. જો $A$ નું તાપમાન $5802 K$ હોય તો,$B$ નું તાપમાન .... $K$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા $A$ અને $B$ ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ $R_1$ અને $R_2$ ધરાવતાં બે પતરાનાં જંક્શનનું તાપમાન $\theta$ છે તેમજ ઉપર અને નીચેનાં તાપમાન $\theta_{1}$ અને $\theta_{2}$ .......... દ્વારા આપવામાં આવે છે.
જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ એ ઉષ્મીય વાહકતા, $L _{1}$ અને $L _{2}$ લંબાઈ અને $A _{1}$ અને $A _{2}$ એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી $\frac{K_{2}}{K_{1}}=9$, $\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2$ હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, $T$ નું મૂલ્ય ...........$^{\circ} C$ થશે.