Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$ થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
$A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$
ઉષ્મીય એન્જિનને $300 \,cal$ ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે $225 \,cal$ ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન $227^{\circ} C$ હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... ${ }^{\circ} C$ હશે.
આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $P-V$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગે જાય છે. જો ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ અનુક્રમે ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ વડે દર્શાવાય અને આંતરિક ઊર્જાનો ફેરફાર અનુક્રમે $\Delta U_1,\Delta U_2$ અને $\Delta U_3$ વડે દર્શાવાય, તો
$T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ: