Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\; km s ^{-1}$ છે. એક પદાર્થને આના કરતાં ત્રણગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતાં એ પદાર્થની ઝડપ કેટલી હશે ? સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો.
બે કાલ્પનિક $m_1$ અને $m_2$ દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર $d$ હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? ($m_1$ ની ઝડપ $v_1$ અને $m_2$ ની ઝડપ $v_2$ છે)
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન $V =-\frac{ K }{ x } \;( J / kg )$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2,0,3)\,m$ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે?
એ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતાં કૃત્રિમ ઉપગ્રહ માટે ગુરૂત્વાકર્ષણ બળ $(F)$ એ તેના કેન્દ્રથી $r$ અંતરે $F \propto r^2$ મૂજબ બદલાય છે. જો તેની કક્ષીય ઝડપ $v_0$ હોય તો....
જો પદાર્થને પૃથ્વીની નિષ્કમણ ઝડપ કરતાં અડધી ઝડપે શિરોલંબ રીતે ઊધ્વદિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેના દ્વારા મેળવેલી મહત્તમ ઊંચાઈ શું હશે ? [$R$ પૃથ્વીની ત્રિજ્યા]