Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/sec$ છે. જો પૃથ્વીનું દળ હાલ કરતાં વધીને બમણું અને ત્રિજ્યા અડધી થાય, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ $\frac{1}{R}$ (અને $1/{R^2}$ નહિ) ના સપ્રમાણમાં હોય, જયાં $R$ તેમની વચ્ચેનું અંતર, તો આ બળની અસર હેઠળ કણોની ભ્રમણકક્ષાની ગતિને કારણે કક્ષીય ઝડપ $v$ કોના સમપ્રમાણમાં હોય?
પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $24$ કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ $............$કલાક થશે.
પૃથ્વી પરથી રોકેટની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ હોય તો પૃથ્વી કરતાં બમણો ગુરુત્વપ્રવેગ અને બમણી ત્રિજ્યા ઘરવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $km/sec$ માં કેટલી થાય?
$m$ દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા $R$) ની આસપાસ સપાટીથી $h$ ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g_0$ હોય, તો ઉપગ્રહની કુલઊર્જા $g_0$ ના પદમાં કઇ હશે?