Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર .............. $kg m / s$ હશે.
$150\, gm$ નો દડો $12\,m/s$ ના વેગથી બેટ સાથે અથડાઇને $0.01s$ સમયમાં $20 \,m/s$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરતો હોય તો બેટ દ્વારા ........... $N$ બળ લાગતું હશે.
$8 \,kg$ અને $12\, kg$ દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી દોરીના એક-એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે (દોરીથી છોડ્યા વિના પડવા દઈએ), તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો.