Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ $M$ દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને $2 \,Mg$ બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ $\frac{x}{5} Mg$ મળે છે. $x$ નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given $g=$ acceleration due to gravity)
$m_1=5\,kg$ અને $m_2=4.8 \,kg$ ના બે પદાર્થોને એક હલકી દોરી વડે ઘર્ષણ રહિત ગરગડી પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે.જયારે બંને પદાર્થોને ગતિ કરવા મુકત કરવામાં આવે ત્યારે આ પદાર્થોમાં .......... $m/s^{2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.
બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 - 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?
$0.05\,kg$ નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં $10\,ms^{-1}$ સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય $t =0.005\,s$ હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ $.......N$ હશે.
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......
એક જડિત આધાર પર લટકાવેલ લીસી પુલી પરથી પસાર થતી દોરીના છેડે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ $g / 8$ હોય તો બ્લોકના દળનો ગુણોત્તર ........
$m$ દળ અને $L$ લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની $l$ જેટલી લંબાઈ એકબાજુ અને $L - l$ જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે $l=\frac{L}{x}$ હોય, ત્યારે સાંંકળમાં $\frac{g}{2}$ જેટલો પ્રવેગ છે. $x$ નું મૂલ્ચ $........$ હશે.