Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\, s$ આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા $45\, J$ છે જો $15 $ દોલનો પછી તેની ઉર્જા $15\, J$ થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant$=\frac bm$) ($s^{-1}$ માં) કેટલો થાય?
અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ $\omega = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $k$ બળ અચળાંક, $m$ દોલનોનું દળ અને $r$ અવમંદિત અચળાંક છે. જો $\frac{{{r^2}}}{{mk}}$ નો ગુણોત્તર $8\%$ મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય?
$S.H.M$ (સ.આ.ગ.) કરતા કણ માટે સ્થાનાંતર $x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m$ થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ $3.14 \mathrm{~s}$ છે. $t=0$ સમયે કણનો વેગ. . . . . . .$\mathrm{m} / \mathrm{s}$ હશે.
સમાન કંપવિસ્તાર અને આવૃત્તિ સાથેની સમાન દિશામાં થતી બે સરળ આવર્ત ગતિઓ એકબીજા ઉપર સંપાત થાય છે. પરિણામી કંપવિસ્તાર એ સ્વતંત્ર ગતિઓના કંપવિસ્તાર કરતાં $\sqrt{3}$ ગણો મળે છે. ગતિઓ વચ્ચેનો કળા તફાવત $.............$ હશે.
સ્પ્રિંગ પર $5\;kg$ નો પદાર્થ લટકાવેલ છે અને તે $2\pi \;sec$ ના આવર્તકાળથી દોલનો કરે છે.જો બોલને દૂર કરવામાં આવે, ત્યારે સ્પ્રિંગની લંબાઇમાં કેટલો ઘટાડો થશે?