Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા $a$ અને $b (b >a)$ છે તેમની વચ્ચેની જગ્યામાં $\rho $ અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે?
બેટરીના બે ધ્રુવો સાથે વોલ્ટમીટર લગાડતા તેનું અવલોકન $5\,V$ છે. જ્યારે એમીટર લગાડતા તેનું અવલોકન $10\, A$ છે. $2$ ઓહમના અવરોધને આ કોષના બે છેડા સાથે જોડવામાં આવે તો તેમાંથી પસાર થતો પ્રવાહ ...........$A$ હશે.
જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.
એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા મિનિટ ઊકળશે.
એક અજ્ઞાત અવરોધમાંથી $2 \,mA$ પ્રવાહ પસાર કરતા તે $4.4 \,W$ પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને $11 \,V$ ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.
સમાન પદાર્થના બનેલા બે તારો પરિપથ મારફતે સમાંતરમાં જોડવાથી તેમાંથી પ્રવાહ પસાર થાય છે. તેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય તો તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહનો ગુણોત્તર .......હશે.