Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પોટેન્શિયોમીટરની રચનામાં $1.25 \,V$ ની એક બૅટરી તારના $35.0\, cm$ અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતાં તટસ્થબિંદુ ખસીને $63 \,cm$ આગળ મળે છે. તો બીજા કોષનું $emf$ કેટલું હશે?
બે ગૂંચળાઓને જ્યારે સમાન ઉદ્દગમ સાથે જોડતાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે $20$ મીનીટ અને $60$ મીનીટ સમય લાગે છે. જે તેઓને સમાન ઉદ્દગમ સાથે સમાંતર ગોઠવણમાં જોડવામાં આવે તો સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટ લાગતો સમય ........... મીનીટ હશે.
દરેક $1.5 \,V$ જેટલું $emf$ ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક $20\; \Omega$ અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર $1.2\, V$ માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ($\Omega$ માં) શોધો.
કોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટરમાં જ્યારે કોષ ખુલ્લા પરિપથમાં (open circuit) હોય ત્યારે તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ $\ell $ મળે છે. હવે કોષને $R$ અવરોધ વડે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. જો $R$ નું મૂલ્ય કોષના આંતરિક અવરોધના મૂલ્ય જેટલું હોય તો પોટેન્શિયોમીટરમાં તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ કેટલી મળશે?
એક બેટરીને $ 2\,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $ 2\,A $ પ્રવાહ વહે છે. આ જ બેટરીને $ 9 \,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $0.5\, A$ પ્રવાહ વહે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય?