Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે $60^o$ નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો $v$ એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.
એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ $6\, cm$ છે. સ્વરકાંટાની આવૃત્તિ $504\, Hz$ છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ $336\, m/s$ છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............$cm$ હશે.
સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$
જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર $400\, {Hz}$ થી $500\, {Hz}$ છે. જો ધ્વનિની ઝડપ $330\, {m} / {s}$ હોય, તો કારની ઝડપ (${km} / {h}$ માં) કેટલી હશે?