Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
એક કણને $H$ ઊંચાઇના બહુમાળી મકાન પરથી ઊર્ધ્વ દિશામાં $u $ જેટલી ઝડપે ફેંકવામાં આવે છે. કણને જમીન પર પહોંચતા લાગતો સમય તેની મહત્તમ ઊંચાઇએ પહોંચતા લાગતો સમય કરતાં $n$ ગણો છે. $H,u$ અને $n$ વચ્ચેનો સંબંધ શું થાય?
નિયત અંતરેથી શરુ થતા ગતિ કરી રહેલા કણનો પ્રવેગ $(a)$ સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ તેના સમય $(t)$ સાથે વેગ $(v)$ ની વિવિધતા શ્રેષ્ઠતાથી રજૂઆત કરે છે?
એક પારિમાણિક ગતિ કરતા એક કણના સ્થાન $x$ અને સમય $t $ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. $t = \sqrt x + 3$ અહી, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણનો વેગ શૂન્ય થાય, ત્યારે કણનું સ્થાનાંતર ........ $m$ છે.
એક ટ્રેન એક સીધા ટ્રેક પર $0.2 \,m / s ^2$ પ્રવેગ સાથે સ્ટેશનથી સ્થિર સ્થિતીમાં શરૂ થાય છે અને તે પછી પ્રતિપ્રવેગ $0.4\;m / s ^2$ ને કારણે સ્થિર થાય છે. તે અન્ય સ્ટેશન પર મહત્તમ ઝડપ પ્રાપ્ત થયા પછી સ્થિર થાય છે. જો કુલ લાગેલ સમય અડધો કલાક હોય, તો બે સ્ટેશનો વચ્ચેનું અંતર [ટ્રેનની લંબાઈને અવગણો] .......... $km$ થાય?
એક સીધી રેખામાં ગતિ કરતાં કણનું સમીકરણ $x=8+12t-t^{3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે કણના પ્રતિપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે?
પદાર્થ $10 \,m / s$ ની ઝડપ સાથે શિરોલંબ દિશામાં ઉપરની તરફ પ્રક્ષિપ કરવામાં આવે છે અને બીજું એક ટાવરની ટોચ પરથી તે જ ઝડપેે તે જ ગતિ સાથે નીચલી દિશામાં ફેંકવામાં આવે છે. બીજાની સાપેક્ષમાં પ્રથમ પદાર્થની પ્રવેગનું મૂલ્ય .......... $m / s ^2$ થાય?
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135 m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\ ms^{-1 }$ થી $ 20\ ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય $(s$ માં$)$ કેટલું હશે?