Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,mm$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડને પ્રતિ mm $100$ આંટા છે. જો સોલેનોઈડમાંથી $1\,A$ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સોલેનોઈડના કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્રની તીવ્રતા$......$ હશે.
સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે $R_1$ અને $R_2$ ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળોનો ગુણોત્તર __________થશે.
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
$5\,cm,12\,cm$ અને $13\,cm$ બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ $2\,A$ નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ $0.75\,T$ મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની $13\,cm$ વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. $5\,cm$ ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય $\frac{x}{130}\,N$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.
અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં $6\,V$ ની બેટરી અને $11\,k\Omega $ ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા $60\,\mu A/$કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta = 9$ છે. $\theta /2$ આવર્તન મેળવવા માટે કેટલા $\Omega$ ના શંટની જરૂર પડે?