Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્તુળાકાર સપાટી સમક્ષિતિજ સમતલમાં તેની શિરોલંબ દિશાની કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મુક્તરીતે ફરે છે.એક કાચબો સપાટીની કિનારી પાસે બેઠેલો છે. હવે સપાટી $\omega_0$ કોણીય વેગ થી ફરે છે. જ્યારે કાચબો પરિઘની દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને સપાટીનો કોણીય વેગ $\omega(t)$ નો $t$ વિરુદ્ધ નો ગ્રાફ કેવો દેખાય ?
$2 \,kg - m ^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતાં એક ચક્રને $30 \,rad / s$ ની ઝડપે ભ્રમણ કરાવવામાં આવે છે. તેની ધાર પર લાગતું લંબબળ ચક્રને $15$ સેકંડમાં અટકાવે છે. બળનું સરેરાશ ટોર્ક ........... $N-m$ થાય?
એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ $\omega$ સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો $E$ તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા $\frac{E}{x}$ હશે. જ્યાં $x$ નું મૂલ્ય ........ છે.
$10 \,kg$ અને $30 \,kg$ દળ ઘરાવતા બે ચોસલાને સમાન સીધી રેખા પર અનુક્રમે $(0,0) \,cm$ અને $(x, 0) \,cm$ યામો આગળ મૂકવામાં આવેલા છે. $10 \,kg$ દળ ધરાવતા ચોસલાને સમાન રેખા ઉપર બીજા ચોસલા તરફ $6 \,cm$ જેટલો ખસેડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય તે માટે $30 \,kg$ ના ચોસલાને .......... અંતરે ખસેડવું જ પડશે.
પાતળા સળિયાનો એક છેડો બિંદુ $O$ પર હિન્જ કરેલો છે અને તે અસ્થાયી સંતુલન અવસ્થામાં છે. તે ગુરૂત્વાકર્ષણની અસર હેઠળ સહેજ ખલેલના કારણે નીચે પડે છે તે શિરોલંબ સાથે $(2)$, $(3)$ અને $(4)$ અવસ્થામાં અનુક્રમે $60^°$, $90^°$, અને $180^°$ નો ખૂણો બનાવે છે. જો $\omega_2$, $\omega_3$, $\omega_4$ એ આ અવસ્થામાં કોણીય વેગ હોય તો.....