Question
લડાખના લોકજીવન વિશે માહિતી આપો.

Answer

લડાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીં મોટે ભાગે ઇન્ડો-આર્યન, તિબેટિયન અને લડાખી પ્રજાતિના લોકો રહે છે. તેમાં મોટા ભાગના લોકો બોદ્ધ ધર્મ પાળે છે. લડાખના ઠંડા રણપ્રદેશમાં અનેક બોદ્ધ મઠો આવેલા છે. તેમાં હેમિસ, થીકસે, રો વગેરે જાણીતા મઠો છે.
ઉનાળાની ઋતુમાં લડાખમાં જવ, બટાટા, વટાણા વગેરેની ખેતી કરવામાં આવે છે. અહીંની સ્ત્રીઓ ઘરકામ અને ખેતીકામની સાથે દુકાન ચલાવવી, ગરમ કાપડ વણવું જેવા વ્યવસાયો કરે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનો બહોળો ફેલાવો થયેલો છે. તેથી લડાખને 'નાના તિબેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
લડાખના લોકોનું જીવન સાદું અને સરળ છે. અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા દેશ-વિદેશથી લોકો આવે છે. તેથી અહીંના લોકોની રોજગારી પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. અહીંના બોદ્ધ મઠો, મેદાનો, ઘાટો, હિમનદીઓ વગેરે જોવાલાયક છે. આ ઉપરાંત, અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો માણવાં એ જીવનનો એક લહાવો છે. લેહ લડાખનું પાટનગર (મુખ્ય શહેર) છે. તે હવાઈ માર્ગે અને જમીન માર્ગે દેશના અન્ય શહેરો સાથે જોડાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ $1A$ પસાર થાય છે. આધુનિકીકરણથી લડાખના લોકોના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું છે. આમ છતાં, તેઓ પોતાના વતનની પ્રકૃતિ સાથે કદમ મિલાવીને જીવન જીવે છે. તેઓ પ્રાકૃતિક ચીજવસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાનું જીવન પસાર કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free