Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું સાંકળું, અક્ષને સમાંતર અક્ષ નજીકનું કિરણ પૂંજ પડદા પર બિંદુ $I$ પાસે કેન્દ્રિત થાય છે. જાડાઈ $t$ અને વક્રીભવનાંક $\mu$ ની કાચની એક સમતલ તકતીને કિરણ પૂંજના માર્ગમાં રાખવામાં આવે છે. તો કેન્દ્રબિંદુુ કેટલા અંતરથી સ્થાનાંતરિત થાય છે ?
હવામાં $1.5$ વક્રીભવાનાંક અને $18\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં $.....cm$ ફેરફાર થશે.
હવા અને કાંચને જોડતી સપાટી પર $5460 \mathring A$ તરંગલંબાઈ ધરાવતો લીલો પ્રકાશ આપાત થાય છે. જો કાંચનો વક્રીભવનાંક $1.5$ હોય, તો કાંચમાં તેની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્ પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
ડોલના તળિયે રહેલ વસ્તુ માટે માઈક્રોસ્કોપને ફોકસ કરવામાં આવે છે. જો $\frac{5}{3}$નો વક્રીભવાનાંક ધરાવતું પ્રવાહી ડોલમાં ભરવામાં આવે છે ત્યારે માઈક્રોસ્કોપને વસ્તુ ફોકસથી કરવા માટે $30\,cm$ ઊંચું કરવું પડે છે. ડોલમાં પાણીની ઊંચાઈ $.......\,cm$ છે.
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $19$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $80cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી થાય?